પંચમહાલ જિલ્લામાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી નાખવા માટે એસ.ઓ.જી. (SOG) પોલીસે લાલ આંખ કરી છે. ડ્રગ્સના ખરીદ-વેચાણની પ્રવૃત્તિમાં વારંવાર સંડોવાયેલા આરોપી રીઝવાન હુસેન દલ વિરુદ્ધ પોલીસે PIT NDPS એક્ટ હેઠળ આકરી કાર્યવાહી કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ભેગો કરી દીધો છે.


જામીન પર છૂટ્યા બાદ ફરી શરૂ કર્યો હતો કાળો કારોબાર

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રીઝવાન દલ અગાઉ પણ નાર્કોટિક્સના ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો હતો. જામીન પર મુક્ત થયા બાદ તે સુધરવાને બદલે ફરીથી યુવાધનને નશાના માર્ગે ધકેલવાનું અને ડ્રગ્સનું વેચાણ કરવાનું શરૂ કર્યું હતું. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તેને પાંજરે પૂરવા આદેશ આપ્યા હતા.

ઉચ્ચ અધિકારીઓની કડક સૂચના

પંચમહાલ-ગોધરા રેન્જના આઈ.જી.પી. આર.વી. અસારી અને એસ.પી. ડૉ. હરેશભાઇ દુધાતની સૂચના મુજબ, જિલ્લામાં ડ્રગ્સ માફિયાઓ સામે સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. SOGના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવાઓ એકત્રિત કરીને દરખાસ્ત તૈયાર કરી હતી, જેના આધારે આ અટકાયત કરવામાં આવી છે.


આ પણ વાંચો: બટાકાના કોથળાઓની આડમાં લઈ જવાતો 81 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, LCBએ કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

  • Follow us on: