ભારતીય જનતા પાર્ટીએ સંગઠન સ્તરે મોટી જાહેરાત કરતા અમરેલી જિલ્લાના પીઢ કાર્યકર્તા અને પૂર્વ જિલ્લા પ્રમુખ હિરેન હિરપરાને ખૂબ જ મહત્વની જવાબદારી સોંપી છે. હિરેન હિરપરાની પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સમાચાર મળતા જ અમરેલી જિલ્લા ભાજપ અને ખેડૂત આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લા ભાજપમાં ખુશી
હિરેન હિરપરા ભૂતકાળમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સક્ષમ નેતૃત્વ પૂરું પાડી ચૂક્યા છે. તેમની કામગીરી અને પક્ષ પ્રત્યેની વફાદારીને ધ્યાને રાખીને ભાજપના હાઈકમાન્ડે તેમને રાજ્ય કક્ષાએ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી છે.










