મોરબીમાં ત્રણ લોકોના ત્રાસથી યુવકે આપઘાત કર્યો છે અને ઉછીના આપેલા 1.26 કરોડ પરત ન મળતા આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ઝેરી દવા પી લેતા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે અને વિપુલે બે પાનાની સ્યુસાઇડ નોટ લખી આપઘાત કર્યો છે, પૂર્વ માળીયા યુવા ભાજપના પ્રમુખ સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.
મોરબીમાં ઉછીના રૂપિયા પરત માંગતા યુવાનને ત્રણ શખ્સોની ધમકીએ મરવા મજબૂર કર્યો
મોરબીમાં ઉછીના રૂપિયા પરત માંગતા યુવાનને ત્રણ શખ્સોની ધમકીએ મરવા મજબૂર કર્યો હોવાની વાત સામે આવી છે, યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા પૂર્વ માળીયા યુવા ભાજપ પ્રમુખ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે, પૂર્વ માળીયા યુવા ભાજપ પ્રમુખ હિતેશ દસાડીયા , આશિષ પાડલીયા ,અને કમલેશ ઉર્ફ મહેશ માંડવીયા સામે મોરબી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે, મૃતક વિપુલ વિડજા નામના યુવાને ઉછીના આપેલા 1.26 કરોડ આપ્યા હતા.













