મોરબી જિલ્લામાં મોટી આગ દુર્ઘટના સર્જાવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલા એક ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગી હતી. આ ગોડાઉન વન વિભાગનું છે. હળવદના ટીકર રોડ પર આવેલા આ ઘુડખર અભ્યારણ્યના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાને કારણે નાસભાગ મચી જવા પામી હતી.
વન વિભાગનો લુલો બચાવ
હળવદ શહેરના ટીકર રોડ પર વન વિભાગના ઘુડખર અભ્યારણ્યના પ્રાણીઓ માટે ઘાસચારો સંગ્રહવા માટે બનાવવામાં આવેલા ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા હળવદ નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.













