વલસાડના લીલાપોર ચીખલા ફાટક નજીક બાઈક ચાલક જઈ રહ્યો હતો તે દરમિયાન પતંગની દોરી વાગતા બાઈક ચાલકનું ગળુ કપાયું છે અને ગળાના ભાગે ઈજા પહોંચી છે, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે અને વલસાડમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્તનો પહેલો બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે.


ઉત્તરાયણ પહેલા હાઇકોર્ટનો રાજ્ય સરકારને આદેશ

પ્રતિબંધિત વસ્તુઓના અમલ માટે કડક આદેશ આપ્યો છે, ચાઈનીઝ દોરી, તુક્કલ સહિતની વસ્તુઓના વેચાણ પર રોક અને વેચાણ અને સંગ્રહ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે, સરકારે કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે અને 59 FIR નોંધી 36.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોઃ સરકાર, 'ચાઈનીઝ વસ્તુઓ રાખનાર, વેચનાર સામે કાર્યવાહી કરાઇ અને ઉત્તરાયણ સંબંધિત વસ્તુઓના વેચાણને લઇ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે અને જિલ્લા પોલીસ વડાને ડે-ટુ-ડે રિપોર્ટ કરવા કોર્ટે આપ્યા નિર્દેશ.

26 ડિસેમ્બર 2025ના રોજ ચાઈનીઝ દોરીથી બનાસકાંઠામાં એકનું ગળુ કપાયું

બનાસકાંઠાના પાલનપુરના વાસણપરામાં યુવક ચાઈનીઝ દોરીનો ભોગ બન્યો છે અને ચાઈનીઝ દોરીથી યુવકનું ગળુ ચિરાયું છે અને ટાંકા આવ્યા છે, ઈજાગ્રસ્ત યુવકને પાલનપુર ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે, વાસણપરા ગામના રિઝવાન ઢુક્કા બાઈક ઉપર શાળાએ પુત્રની સહી કરવા જતા બની ઘટના.

27 નવેમ્બર 2025ના રોજ પાટણના રાધનપુરમાં ચાઇનીઝ દોરીથી એક શિક્ષકનું ગળુ કપાયું હતુ

ઉતરાયણના મહિનાઓ પહેલા ચાઇનીઝ દોરીનો આંતક શરૂ થયો છે, જેમાં પાટણના રાધનપુરમાં ચાઈનીઝ દોરીથી શિક્ષક પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ભોગ બન્યા છે, હાઇવે પર બાઇક પર પસાર થતા તે દરમિયાન ચાઇનીઝ દોરીનો ભોગ બન્યા છે, શિક્ષક નરેશ બારોટને ગળાના ભાગે ચાઈનીઝ દોરી વાગતા 14 ટાંકા આવ્યા છે અને આદર્શ વિધાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવીને પરત ફરતા બન્યો બનાવ.

17 નવેમ્બર 2025ના રોજ આણંદમાં યુવતીને ગળામાં ચાઇનીઝ દોરી વાગતા થઈ હતી લોહીલુહાણ
યુવતીના ગળા પર ગંભીર ઈજા થઈ હોવા છતાં તેનો જીવ બચી જતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ યુવતીના પિતાએ તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે એક વર્ષ અગાઉ પણ નડિયાદમાં ચાઇનીઝ દોરીના કારણે 20 વર્ષીય એક યુવતીનો જીવ ગયો હતો. આ ઘટના પુરવાર કરે છે કે તંત્ર દ્વારા સખ્ત કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે, જેથી નિર્દોષ લોકોનો જીવ જોખમમાં ન મુકાય.


  • Follow us on: