સુરતમાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો છે અને પાંડેસરામાં 5 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કર્યો છે, અલગ અલગ વિસ્તારમાં શ્વાને લોકો પર હુમલો કર્યો છે, તો બાળકીને ઈજા પહોંચતા તેને સારવાર માટે ખસેડાઈ છે, સુરત સિવિલમાં રોજના 100થી 120 કેસ ડોગ બાઇટના સામે આવે છે, સુરતમાં શ્વાનને ઝડપવા લોકોની માગ છે.
સુરતમાં ચાલુ વર્ષે શ્વાન કરડવાના 30 હજારથી વધુ કેસ નોંધાયા
સુરતમાં ચાલુ વર્ષ 2025માં કુલ 27886 ડોગ બાઈટના કેસ આવ્યા છે, શહેરમાં સ્વીમેર હોસ્પિટલમાં વર્ષ 2024માં કુલ 7013 ડોગ બાઈટના કેસ આવ્યા હતા અને હાલ ચાલુ વર્ષ 2025માં કુલ 6067માં ડોગ બાઈટના કેસ આવ્યા છે. અહીં પેહલા હડકવા અને ધનુરનું ઇન્જેક્શન બાળકોને આપવામાં આવે છે અને ત્યારબાદ ફરી બે વખત હડકવાની રસી આપવામાં આવે છે.
જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?
સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.
ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.
તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.
પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?
તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.
તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.
તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..
જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.
જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.
આ પણ વાંચો : Amreli News : અમરેલીના ધારીમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં બાળકીનું મોત, હાઈવે પર બની ઘટના
https://sandesh.com/gujarat/news/maru-saher-maru-gaam/amreli/amreli-news-a-girl-died-in-an-accident-between-a-car-and-a-rickshaw-in-dhari-amreli-the-incident-took-place-on-the-highway