સુરતના અમરોલીમાં 10 લાખની લૂંટ કરનારને ઝડપી પાડવામાં આવ્યો છે, ફરિયાદીને USDT ખરીદવાના બહાને બોલાવી લૂંટ કરી હતી અને પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે. ત્રણ મહિના પહેલા આરોપીએ ફરીયાદીને USDT ખરીદ કરવા માટે છાપરાભાઠા રોડ ખાતે બોલાવ્યો હતો અને ફરીયાદી તથા સાહેદોને મારમારી રોકડા રૂપિયા 10 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.
અમરોલી વિસ્તારમાં રોકડા રૂપિયા 10 લાખની લૂંટ કરનારો ઝડપાયો
અમરોલી પોલીસે આરોપી હર્ષ દિનેશભાઇ ગોટીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડયો છે, આરોપી રીઢો ગુનેગાર છે અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારે અમરોલી પોલીસે લૂંટ કરનાર આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે, આરોપીએ લૂંટના રૂપિયા કયા ઉપયોગ કર્યા છે અને અન્ય કોઈ સાથે આવી રીતે લૂંટ કરી છે કે નહી તે દિશામાં તપાસ શરૂ કરી છે, આરોપીએ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને તેની મોડસ ઓપરેન્ડી શું છે તેને લઈ તપાસ શરૂ કરી છે.













