તરસાડી અને કોસંબા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી અજાણ્યા શખ્સોની હિલચાલ વધી છે. ખાસ કરીને કોસંબાની રાધે પાર્ક સોસાયટીમાં બે ખોફ તસ્કરો ફરતા હોવાની વાત સામે આવતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. આ શખ્સો સોસાયટીમાં બંધ મકાનો કે ચોરી કરવા લાયક સ્થળોની રેકી કરતા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે શિયાળામાં મોડી રાત્રે ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીનો લાભ લઈને તસ્કરો ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોય છે.
રાધે પાર્ક સોસાયટીમાં દેખાયા તસ્કરો
માંગરોળ પંથકના આ રહેણાંક વિસ્તારોમાં તસ્કરોની અવરજવરને કારણે લોકોમાં ભય છે કે ટૂંક સમયમાં કોઈ મોટી ઘરફોડ ચોરીની ઘટના બની શકે છે. વિસ્તારમાં તસ્કર ટોળકીના સભ્યો દેખાતા સ્થાનિક નાગરિકોએ સુરત જિલ્લા પોલીસ પાસે રક્ષણની ગુહાર લગાવી છે.













