અમદાવાદના ખોખરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અને સિગારેટના પૈસા માગતા વેપારી પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે, તો લુખ્ખાઓએ પથ્થરમારો કરતા આસપાસના લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને થોડા સમય પહેલા જ આરોપીઓ જેલમાંથી છૂટયા હોવાની વાત સામે આવી છે.
ખોખરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો
અમદાવાદના ખોખરામાં અસામાજિક તત્વોએ ગામ જાણે માથે લીધુ હોય એમ દાદાગીરી કરીને પથ્થરમારો કર્યો હતો, મોન્ટુ કોષ્ટી અને રાહુલ નામના શખ્સે આતંક મચાવ્યો હતો અને પોલીસની PCR વાન સામે લુખ્ખાઓએ આતંક મચાવ્યો હોવાની વાત સામે આવી છે, બન્ને આરોપી વિરુદ્ધ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે અને ખોખરા પોલીસે વધુ એક ગુનો નોંધ્યો છે, આરોપીઓને જાહેરમાં લાવી માંફી મંગાવવામાં આવે તેવી માગ સ્થાનિકોની છે.













