પાટણના હારીજમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં હારીજમાં બાળક ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો અને ધાબા પરથી તે નીચે પટકાતા તેનું મોત થયું છે, તો બાળકને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું છે, બાળકની ઉંમર 10 વર્ષ છે અને તેનું નામ નીરજ રાવળ છે.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો
પાટણના હારીજમાં વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે, ધાબાની છત પરથી પતંગ ઉડાડતા 10 વર્ષીય કિશોર નીચે પટકાતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે, બે દિવસે અગાઉ ધાબા પરથી કિશોર નીચે પટકાયો હતો જેની સારવાર પાટણ ચાલતી હતી અને સારવાર દરમિયાન મોત થયું છે, પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.













