ભારત Vs ન્યુઝીલેન્ડની મેચ ટિકિટનું વેચાણ 1 જાન્યુઆરીથી શરૂ થશે અને બુક માય શો પરથી સવારે 11 વાગ્યેથી ખરીદી શકાશે ટિકિટ, વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આ મેચ રમાશે તેવી વાત સામે આવી છે, મેચની ટિકિટ બુકિંગને લઈને BCA દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.


ટિકિટ માટે બીસીએ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ હતી

કોટંબી ખાતે BCA સ્ટેડિયમમાં તા.૧૧મી જાન્યુ.એ રમાનાર ભારત અને ન્યુઝિલેન્ડની ફર્સ્ટ ડે-નાઈટ ODI મેચની ટિકિટ ૧લી જાન્યુઆરીથી ઓનલાઈન ટિકિટિંગ પ્લેટફોર્મ પરથી મળશે. આ અંગે આજે બરોડા કિકેટ ઍસો. દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. બરોડા ક્રિકેટ સ્ટેડિયમના કોટંબી ખાતેના સ્ટેડિયમમાં તા.૧૧મી જાન્યુઆરીએ ભારત અને ન્યુઝિલેન્ડની ડે-નાઈટ મેચ રમાવાની છે. જેની ટિકિટ માટે બીસીએ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ હતી.

BCA સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે, મેચની ટિકિટ ફક્ત ઓનલાઈન મળી શકશે

બુક માય શો પર ક્રિકેટ રસિકો મેચની ટિકિટ લઈ શકશે. બીજી તરફ, બીસીએના ૧,૮૦૦ જેટલા મેમ્બર્સને આ મેચ જોવા માટે નિ:શુલ્ક પાસ મળશે. ગોરવાની એલેમ્બિક કંપનીના સંસ્કૃતિ હોલ ખાતે તા.૬ અને ૭ જાન્યુઆરીએ મેમ્બર્સને હૉસ્પિટાલિટી સાથે મેચના બે પાસના વિતરણ માટે ખાસ સુવિધા રાખવામાં આવી છે. BCA દરેક મેમ્બરને મેચના બે પાસ સવારે ૧૦:૩૦થી સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં મળી શકશે.

મેચ વખતે બાયોમેટ્રિક કાર્ડ અથવા સરકાર માન્ય ફોટો સાથેનું ઓળખપત્ર લઈને જવું પડશે

મેચના પાસ માટે દરેક મેમ્બરે બાયોમેટ્રિક કાર્ડ અથવા સરકાર માન્ય ફોટો સાથેનું ઓળખપત્ર લઈને જવું પડશે. સંજોગો વસાહત કોઈ મેમ્બર પાસ લેવા માટે બીજા કોઈ વ્યક્તિને અધિકૃત કરે તો સંબંધિત અધિકૃત વ્યક્તિએ મેમ્બરની સહીવાળો અધિકૃતતા પત્ર અને ઓળખ પુરાવાની નકલ આપવી પડશે. બે દિવસ દરમિયાન એક અધિકૃત વ્યક્તિને પ્રતિદિન વધુમાં વધુ બે મેમ્બરના પાસ ઈશ્યૂ કરાશે. ઉલ્બેલનીય છે કે, વિતરણ પર આવનાર દિવસમાં શરૂ થશે. બીજી બાજુ ટિકિટો ઓનલાઈન મેળવવા માટે શહેરના ક્રિકેટ રસિયાઓએ અત્યારથી જ હિલચાલ શરૂ કરી દીધી છે.


આ પણ વાંચો : પોલીસ પંચાત : પોલીસ કર્મીઓની હાજરીમાં ગુગલની એન્ટ્રી ! ગુલ્લી મારી એટલે ગયા


  • Follow us on: