વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા એક શો રૂમમાં ગઈ 14 ઓક્ટોબરના રોજ ચોરીનો મામલો સામે આવ્યો છે. આ બનાવમાં 3.20 લાખના સાધનોની ચોરી થઈ હતી, પરંતુ ફરિયાદ બે મહિના પછી નોંધાઈ છે.


14 ઓક્ટોબરના રાત્રે તેમના શો રૂમમાંથી કિંમતી સાધનો ચોરાયા

પ્રકાશ રામચંદાની જેઓ ગોત્રીમાં નિલામ્બર સર્કલ પાસે ફોર વ્હીલરની સર્વિસ અને કોટિંગનો શો રૂમ ચલાવે છે, તેમણે પોલીસને જાણ કરી હતી કે 14 ઓક્ટોબરના રાત્રે તેમના શો રૂમમાંથી કિંમતી સાધનો ચોરાયા છે

ચોરીની તપાસ

પ્રથમ દૃષ્ટિએ, કસ્ટમર લોન્જની બારી તૂટેલી જોવા મળી, જે આ ચોરીની ઈશારો આપી રહી હતી. ત્યારબાદ, શો રૂમના સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં, હાર્દિક નામના ઓફિસ કર્મચારીને મળવા માટે આવતો એક યુવક આકાશ ચોરીના સાધનો લઇને જતો જોવા મળ્યો હતો.

આ સાધનો શો રૂમ પાસે મૂક્યા હતા

 આ બાબતે આકાશને પૂછતાં તેણે એ સ્વીકાર્યું હતું કે તેણે આ સાધનો શો રૂમ પાસે મૂક્યા હતા, પરંતુ તે સાધનો ત્યાં મળી ન આવ્યા. જેથી તેમણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


આ પણ વાંચો-----    Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ..489ની ધરપકડ, 1,708 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ

  • Follow us on: