વડોદરામાં ખુલ્લી ગટરમાં પડી જવાથી નિર્દોષના મોતને લઈ રોષ વ્યાપ્યો છે, પરિવારનો આક્ષેપ છે કે, સુરક્ષા માટે કોઈપણ પ્રકારના બેરિકેડિંગ લગાવ્યા હતા નહી અને કોન્ટ્રાક્ટર-અધિકારીઓની બેદરકારીથી મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જવાબદાર સામે હત્યાનો ગુનો નોંધવા સ્થાનિકોની માગ છે.


વડોદરા મનપા કમિશનર તાત્કાલિક પગલાં ભરે તેવી માગ ઉઠી

આ ઘટનાની વાત કરીએ તો નિવૃત્ત DySPના પુત્ર વિપુલ ઝાલાનું ગટરમાં પડતા મોત થયું છે, ગત રાત્રે નિવૃત્ત ડીવાયએસપીના પુત્ર વિપુલસિંહ ઝાલા રોડ પરતી પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન ડ્રેનેજની મેઇન હોલમાં પડી જતા તેમનું મોત થયું છે, નિર્દોષ નાગરિકનું ખુલ્લી ગટરમાં પડી જતા મોત નીપજતા સ્થાનિકોનો રોષ છે અને રાત્રે અંધારું હતું અને કોઈ પણ પ્રકારના સુરક્ષા માટેના બેરીકેટ લગાવ્યા હતા નહી તેવી વાત પણ સામે આવી છે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ગંભીર બેદરકારી ને પગલે મોત થયાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે વિશેષ ગ્રાન્ટ આપી છે

વડોદરાને સતાવતા વરસાદી પાણીના નિકાલનો અંત લાવવા રાજ્ય સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે વિશેષ ગ્રાન્ટ આપી છે. વડોદરાના લોકોને હવે પૂરના પાણીથી રાહત મળવાની છે. વર્ષો જૂના પ્રશ્નોનો આ વખતે નિકાલ આવ્યો છે. તેમણે ઉમેયું કે, મુખ્યમંત્રી હંમેશા કહે છે કે, વિકાસના કામો માટે રાજ્ય સરકાર માટે નાણાંની કોઈ કમી નથી, તમે સારા કામ સૂચવો એ કરવા માટે રાજ્ય સરકાર તત્પર છે. જયારે રાજયમંત્રી મનિષાબેન વકીલે કહ્યું કે, શહેરી વિકાસ વર્ષ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકાને સરકાર દ્વારા રૂ. ૨૩૭ કરોડની ગ્રાન્ટ આપી છે.


આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢમાં રૂપિયાની લેતીદેતીમાં પતિ-પત્ની પર અસામાજિક તત્વોએ કર્યો હુમલો, ઘટના સીસીટીવીમાં કેદ



  • Follow us on: