પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાના કીમ્બુવા ગામમાં એક યુવક સાથે મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં શખ્સે પોલીસમાં નોકરી આપવાની લાલચ આપીને 1.21 લાખ પડાવ્યા હતા. આ મામલે સરસ્વતી પોલીસ મથકે ગુનો નોંધાયો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.


ઠગ પેસેન્જર તરીકે બેઠો

આ આરોપની વિગતો મુજબ, કીમ્બુવા ગામના બળદેવભાઈ અમથાભાઈ ચમાર ગત 30 નવેમ્બરે પોતાના સાળા સાથે અમદાવાદ પરત આવી રહ્યા હતા. તેઓ જ્યારે અડાલજ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે સિદ્ધપુરના કોટ ગામના અજીતસિંહ ઠાકોર (આરોપી) પેસેન્જર તરીકે તેમની ગાડીમાં બેસી ગયો.

અજીતસિંહે પોતાની ઓળખ એ.એસ.આઈ. તરીકે આપી

અજીતસિંહે પોતાની ઓળખ એ.એસ.આઈ. તરીકે આપી અને કહ્યું કે તેની પત્ની પાટણમાં પી.આઈ. તરીકે નોકરી કરે છે. આ રીતે બળદેવભાઈનો વિશ્વાસ મેળવી લીધો. ત્યાંથી, આ શખ્સે બળદેવભાઈને 112 હેલ્પલાઇનમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવવાનો વાયદો કર્યો અને તેની સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું.

1,21,120ના પેમેન્ટ કરી નાણાં પડાવ્યા

પ્રથમ, આરોપીએ TRBમાં નોકરી માટે 1,120 રુપિયા લીધા હતા ત્યારબાદ, ઠગબાજે બળદેવભાઈને વધુ ખર્ચ માટે ગાંધીનગર અને સુરત સુધી બોલાવ્યા અને આખરે 1,21,120ના પેમેન્ટ કરી નાણાં પડાવ્યા. તેણે બળદેવભાઈને પોલીસ કીટ, બૂટ અને કીટ આપ્યા હતા જેથી તેમને શંકા ના જાય

સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

પરંતુ, જ્યારે બળદેવભાઈએ જોઇનિંગ લેટર માંગ્યો, તો આરોપી વધુ 3 લાખની માંગણી કરી હતી. જેથી તેમને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાતા તેમણે ત્યાર બાદ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો----  Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ..489ની ધરપકડ, 1,708 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ

  • Follow us on: