અમરેલીના ધારીમાં અકસ્માતમાં બાળકીનું મોત થયું છે અને ખીચા દેવળા વચ્ચે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો, અકસ્માતમાં 5 વર્ષની બાળકીનું મોત અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડાયા છે, અકસ્માતમાં કાર અને રીક્ષાને નુકસાન પહોંચ્યું છે અને પોલીસે જાણવાજોગ અરજી પણ લીધી છે.


અમરેલીમાં અકસ્માતમાં બાળકીનું મોત

અમરેલીના ધારી ખાંભા રોડ ઉપર ખીચા દેવળા વચ્ચે કાર અને પેસેન્જર રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં પાંચ વર્ષની બાળકીનું મોત થયું છે, ધારી પોલીસ દ્રારા અકસ્માતને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદન પણ નોંધ્યા છે અને તપાસ શરૂ કરી છે.

અમરેલીમાં બે દિવસ અગાઉ બે બાઈક વચ્ચે થયો હતો ગંભીર અકસ્માત

અમરેલી જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ધારી તાલુકાના સુખપુર ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બંને બાઇક સવારોને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા રસ્તો રક્તરંજીત બન્યો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને ચાલકો રોડ પર ફંગોળાયા હતા અને બાઇકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


આ પણ વાંચો : Patan News : પાટણના હારીજમાં બાળક પતંગ ચગાવતા ધાબા પરથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોકની લાગણી


  • Follow us on: