હાલ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વાઘવડી ગામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ગામના રોડ પર મોડી રાત્રે સિંહના મોટું ટોળું પસાર થઈ રહ્યું છે. આ વીડિયોમાં મોટી સંખ્યામાં સિંહણો અને તેના બચ્ચાઓ જોવા મળી રહ્યા છે. રહેણાંક વિસ્તારોમાં સિંહોની અવરજવરના કારણે વાઘવડી ગામ અને તેની આસપાસના ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે.


સિંહણો તેમના બચ્ચાઓ સાથે રોડ ક્રોસ કરતા જોવા મળ્યા

અમરેલી જિલ્લામાં સિંહો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. જ્યાં જંગલ વિસ્તારોમાં સિંહોનું કુદરતી આવાસ છે. આવામાં ઘણીવાર સિંહો રહેણાંક વિસ્તારોમાં આટાફેરા મારતા હોય છે. જેના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ધારીના વાઘવડી ગામનો છે. જેમાં સિંહણો તેમના બચ્ચાઓ સાથે રોડ ક્રોસ કરતા નજરે પડે છે. સિંહ પરિવારના વાઘવડી ગામમાં દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.




વન વિભાગ દ્વારા મોનિટરિંગમાં વધારો કરવામાં આવ્યો

ધારી તાલુકાના વાઘવડી ગામે મોડી રાત્રે સિંહના મોટા ટોળાનો વીડિયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. ધારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહની મોટી સંખ્યા હોવાનું આવ્યું સામે આવતા વન વિભાગ દ્વારા મોનિટરિંગમાં વધારો કરવામાં આવ્યો છે. વન વિભાગના સતત મોનિટરિંગને કારણે સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે કે વહેલી સવારે સિંહો કેમેરામાં કેદ થવાની ઘટનાઓ પણ વધી છે.


આ પણ વાંચો - Amreli માં કલેક્ટર કચેરી બાદ હવે ન્યાયતંત્રના નામે ઠગાઈ, જજના PA બની યુવકને 2 લાખમાં નવડાવ્યો




  • Follow us on: