એક પાકિસ્તાની ખેલાડી પર ભારતીય જર્સી પહેરવા અને ભારતીય ધ્વજ લહેરાવવા બદલ અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ પાકિસ્તાની ખેલાડીની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.હકીકતમાં પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી ઉબૈદુલ્લાહ રાજપૂતને આ મહિનાની શરૂઆતમાં એક ખાનગી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવા બદલ તેના રાષ્ટ્રીય ફેડરેશન દ્વારા અનિશ્ચિત સમય માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.
PKFએ આ ખેલાડી પર પ્રતિબંધ મૂક્યો
પાકિસ્તાન કબડ્ડી ફેડરેશન (PKF)એ શનિવારે એક કટોકટીની બેઠક બાદ રાજપૂત પર પ્રતિબંધ લાદ્યો હતો.તેને ફેડરેશન અથવા અન્ય સંબંધિત અધિકારીઓ પાસેથી ફરજિયાત નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવ્યા વિના ટુર્નામેન્ટમાં ભાગ લેવા અને વિદેશ પ્રવાસ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.PKFસેક્રેટરી રાણા સરવરે જણાવ્યું હતું કે રાજપૂતને શિસ્ત સમિતિ સમક્ષ અપીલ કરવાનો અધિકાર છે.
નિયમોનું ઉલ્લંઘન કર્યું
સરવરે કહ્યું કે ફેડરેશન એ હકીકતની ગંભીર નોંધ લે છે કે રાજપૂત માત્ર NOC વગર વિદેશ પ્રવાસ જ નહોતો કરતો,પરંતુ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ પણ કરતો હતો.તેમની જર્સી પહેરીને અને એક પ્રસંગે મેચ જીત્યા પછી તેના ખભા પર ભારતીય ધ્વજ લહેરાવતો હતો.પરંતુ તે (રાજપૂત)દાવો કરે છે કે તે સંપૂર્ણ ગેરસમજ હતી અને તેને જાણ કરવામાં આવી ન હતી કે તે આ ખાનગી ટુર્નામેન્ટમાં જે ટીમ માટે રમશે તે ભારત હશે. તે હજુ પણ NOC નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત છે.GCC કપ દરમિયાન ભારતીય જર્સી પહેરીને અને ભારતીય ધ્વજ લહેરાવતા તેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજપૂત મુશ્કેલીમાં મુકાયા હતા. સરવરે કહ્યું કે અન્ય ખેલાડીઓને પણ NOC વગર ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ પ્રતિબંધિત અને દંડ કરવામાં આવ્યો છે.
ટુર્નામેન્ટમાં ખાનગી ટીમો માટે સાથે રમ્યો
રાજપૂતે અગાઉ માફી માંગી હતી અને કહ્યું હતું કે તેમને બહેરીનમાં ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને તેઓ એક ખાનગી ટીમનો ભાગ હતા. તેમણે કહ્યું, પરંતુ મને પાછળથી ખબર પડી કે તેઓએ ટીમનું નામ 'ભારતીય ટીમ' રાખ્યું છે. મેં આયોજકોને ભારત અને પાકિસ્તાનના નામનો ઉપયોગ ન કરવા કહ્યું. ભૂતકાળમાં, ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ ખાનગી ટુર્નામેન્ટમાં ખાનગી ટીમો માટે સાથે રમ્યા છે, પરંતુ તે ટીમોનું નામ ભારત કે પાકિસ્તાન રાખવામાં આવ્યું ન હતું. મને ખોટી માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો-Gautam Gambhir ખરાબ ટેસ્ટ પ્રદર્શનને કારણે હેડ કોચનું પદ ગુમાવશે? BCCIએ તોડ્યું મૌન