અમદાવાદમાં પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો અને યુવતીએ પોલીસકર્મી પાસે આઇ કાર્ડ માંગતા ઉગ્ર વિવાદ થયો હતો, અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે આવેલ ભઠ્ઠા વિસ્તારમાં જાહેર રોડ પર આ બનાવ બન્યો હતો, એક તો કોઈની સાથે પોલીસે શાંતિથી વાત કરી નહી અને લાફો મારીને પોતાનો રૌફ બતાવ્યો હતો.


પોલીસે લાફો મારી યુવતીને લાકડીથી માર મારવાનો પ્રયાસ

અમદાવાદની ટ્રાફિક પોલીસ વિવાદમાં સપડાતી રહે છે, ત્યારે વધુ એક વાર વિવાદ સામે આવ્યો છે, જેમાં ટ્રાફિકના પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મી જયંતી ઝાલાએ યુવતીને લાફો મારી દીધો છે અને મામલો બિચકયો હતો, તો આ પોલીસવાળો યુવતીને લાકડી લઈને મારવા જતો હોવાની પણ વાત સામે આવી છે, ત્યારે વીડિયોના આધારે આ મામલે તપાસ શરૂ કરાઈ છે, યુવતીએ પોલીસ વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે.

પોલીસ કર્મી પાસે આઈકાર્ડ માંગતા પોલીસ કર્મીનો પિત્તો ગયો

ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટયા હતા સાથે સાથે મહત્વની વાત તો એ છે કે, આ પોલીસે લાફો માર્યો તેમ છત્તા તે શાંત થતો નથી અન્ય પોલીસ તેને દૂર લઈ જાય છે તો તે લાકડી લઈ મારવાનો પ્રયત્ન કરે છે, શહેરના ઉચ્ચ અધિકારીઓ તમે પણ આ દ્રશ્ય જોવો તમને અંદાજો આવશે કે આ જયંતી ઝાલાને ફરજ મોકૂક કરો અને તેની સામે ગુનો નોંધો, શહેરમાં મહિલાઓની સુરક્ષા આવે ત્યારે પોલીસ મોટી-મોટી વાતો કરે છે, ત્યારે આ મહિલાની સુરક્ષા નથી કરી અને પોલીસે લાફો માર્યો છે.

હેડ કોન્સ્ટેબલ જયંતીભાઈ બળદેવભાઇ ઝાલાને સસ્પેન્ડ કરાયા

આ મામલે ટ્રાફિક વિભાગના ડીસીપીનું કહેવું છે કે, એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીનો વીડિયો વાયરલ થયો છે. સામે પક્ષે હેલ્મેટ ન પહેરતા તેમને રોક્યા હતા અને આઈકાર્ડ ફેંકી દઈ ગાળો બોલતા હતા, મહિલા અગાઉ પણ આવું બીજે કરી ચૂકી છે અને તેની સામે કોઈ કાર્યવાહી થઈ કે નહી તેને લઈ તપાસ ચાલે છે, શરૂઆતમાં ટ્રાફિક સિગ્નલ રોકતા બોલાચાલી થઈ હતી. ટ્રાફિક પોલીસ કર્મી સાથે તકરાર થઈ છે. પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ બદલ મહિલા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસ કર્મીની ભૂલ છે તે વાત સ્વિકારવી જરૂરી છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પ્રેમ સબંધમાં યુવક પર ફાયરિંગની ઘટના, પોલીસે રાયોટીંગનો પણ નોંધ્યો ગુનો


 

  • Follow us on: