અમદાવાદ શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવક પર ફાયરિંગની ઘટના બની છે, જેમાં યુવક પર જાહેરમાં ફાયરિંગ કરી શખ્સોએ કાયદો હાથમાં લીધો હતો, ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

અમદાવાદમાં પ્રેમ સંબંધમાં યુવક પર ફાયરિંગ

અમદાવાદના અસલાલી વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં યુવક યુવતીને ભગાડી ગયાની શંકામાં ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, મોંઘીદાટ ગાડીઓમાં આવેલા 10 લોકોએ હુમલો કર્યો અને સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા. કેવલ રબારી, કાનો ગમારા સહીત 10 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમ સંબંધમાં નિર્દોષ યુવક પર ફાયરિંગ કર્યુ

તો સમગ્ર ઘટના બે દિવસ અગાઉ બની હોવાની વાત સામે આવી છે, પોલીસે ફરાર આરોપીઓને શોધવા માટે અલગ-અલગ ટીમ બનાવી છે અને તપાસ શરૂ કરી છે, ત્યારે મહત્વની વાત એ છે કે, આરોપીઓ કાયદો હાથમાં લેતા પહેલા કઈ વિચારતા જ નથી કે શું ! જો આ ઘટનામાં યુવકનું મોત થયું હોત તો પરિવારની કેવી હાલત હોત.


આ પણ વાંચો : Vadodara News : વડોદરાના સયાજીબાગ ઝૂ માં સાપના ડંખથી સિંહણનું મોત, સિંહણના પિંજરામાં આવી ચઢ્યો હતો કોબ્રા સાપ