અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પાર્ટ-એ-ગુ.ર.નં.-૧૧૧૯૧૦૩૩૨૫૦૮૭૪/૨૦૨૫ ધી ધી બી.એન.એસ. એક્ટ કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનાના કામે મરણજનાર ચંદ્રશેખર બબલુસિંહ તોમર ઉ.વ.૩૨ રહેવાસી-કિસ્મતનગર, વિદ્યાનગરની આરોપીએ ચાકુ વડે જીવલેણ હુમલો કરતા તેનું મોત નિપજયું હતુ.

30 નવેમ્બર 2025ના રોજ બની હતી ઘટના

મેઘાણીનગર અમદાવાદ શહેર મુળ વતન-થરા તા.અમ્બાહ જી.મુરેના મધ્યપ્રદેશ નાને કોઇ અજાણ્યો ઇસમ જેણે સફેદ કલર જેવુ આખી બાયનું જેકેટ (હુડી) પહેરેલ હતું જેણે ગઇ તા.૩૦/૧૧/૨૦૨૫ ના રાત્રીના પોણા સાતેક વાગ્યાના સુમારે મરણ જનાર ચંદ્રશેખરને પાછળના ભાગે તીક્ષ્ણ ચાકુ વડે ઘા મારી જીવલેણ ગંભીર ઇજા કરી મૃત્યુ નિપજાવેલ હોય જેથી મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત નંબરથી ગુનો દાખલ કરેલ. જે અનડીટેક્ટ મર્ડરના ગુનાના આરોપીને શોધી પકડી પાડયો છે.

પ્રેમસબંધમાં હત્યા કરી હોવાની વાત આવી સામે

સર્વેલન્સ સ્કોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનવવાળી જગ્યાની આજુબાજુના સી.સી.ટી.વી કેમેરા ચેક કરાવી તેમજ ખાનગી બાતમીદારોથી માહીતી મેળવી તથા ટેકનીકલ એનાલીસીસ કરી એક શકમંદ ઇસમને ઓળખી સદરીની પુછપરછ કરતા સદરી શકમંદ ઇસમ વારંવાર પોતાના નિવેદનો બદલતો હોય જેણે વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા મરણ જનારના સબંધીની દિકરી સાથે પ્રેમસબંધ હોય જેની આ મરણ જનાર તથા તેના સબંધીને ખબર પડી જતાં આ બાબતે તેને મરણજનાર સાથે બોલાચાલી થયેલ જેની અદાવત રાખી સદરી શકમંદ ઇસમે મરણજનાર ચંદ્રશેખરને પાછળના ભાગે ચાકુ મારી મૃત્યું નીપજાવેલાની કબુલાત કરી હતી.

આરોપી રીક્ષા ચલાવવાનો ધંધો કરે છે

સ્ટેશન પાર્ટ-એ-ગુ.ર.નં.-૧૧૧૯૧૦૩૩૨૫૦૮૭૪/૨૦૨૫ ધી ધી બી.એન.એસ. એક્ટ કલમ ૧૦૩(૧) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબના કામનો આરોપી રામકુમારસિંહ ઉર્ફે છોટુ રામનરેશસિંહ તોમર ઉ.વ.૨૧ ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ રહેવાસી-કિસ્મતનગર, વિદ્યાનગર,(ભોલારામ મારવાડીના મકાનમાં ભાડેથી) સાવિત્રીનગરની બાજુમાં વિદ્યાનગર પોલીસ ચોકી રોડ મેઘાણીનગર અમદાવાદ નાએ ગુનામાં ઉપયોગમાં લીધેલ ઓટો રીક્ષા તથા એક ધારદાર ચાકુ તથા એક મોબાઈલ ફોનના મુદ્દામાલ સાથે સદરી આરોપીને પકડી પાડી ગણતરીના દિવસોમાં મર્ડરના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપી વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.


આ પણ વાંચો : Kutch News : ભુજના કુકમા ગામે બોરવેલમાં પડેલા યુવકનું મોત, ઝારખંડનો 18 વર્ષીય યુવક ગઈકાલે સાંજે બોરવેલમાં પડયો હતો