ભુજના કુકમા ગામે બોરમાં ફસાયેલ એક વ્યકિતનું મોત થયું છે, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બોરમાં ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો હતો, પરંતુ મહત્વની વાત તો એ છે કે, બોરની બહાર નિકળે યુવાન તે પહેલા જ તેનું મોત થયું કતુ, ફાયર વિભાગ દ્વારા રેસ્કયું કામગીરી પણ કરાઈ હતી.
યુવકને બહાર કાઢવા પ્રયાસો હાથ ધર્યા હતા
ભુજમાં યુવક બોરમાં ખાબકયો હતો અને તેનું ઘટના સ્થળે મોત થયું હતુ, તો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને પ્રાંત અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો, મહત્વની વાત તો એ છે કે, 9 કલાકના રેસ્ક્યું ઓપરેશન બાદ પણ યુવકનો જીવ બચી શકયો ન હતો અને બોરવેલમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે.
