મ્યુ. કોર્પોરેશનને 20થી 25 કરોડની બચત થશે અને સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે ડેવલોપ કરાશે અને ચેકિંગ કરાવા થર્ડ પાર્ટી ઓડિટ કન્સલટન્ટની નિમણૂંક કરાશે અને AMC દ્વારા કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ૨૦૩૬ને લઈને અત્યારથી જ તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સનાથલથી ગાંધીનગર સુધી ૩૦ કિ.મી. રોડનું આઇકોનીક રોડ સાથે નવીનીકરણ કરાશે.
કન્સલટન્સીનો તમામ ખર્ચ યુ.એન.મહેતા ફાઉન્ડેશનના CSR ફંડમાંથી કરાશે
AMC સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય કરી અગાઉના કન્સલટનને નોટીસ આપી કામ પરત લઇને નવા કન્સલટને સોંપી દેવાયું છે. કન્સલ્ટન્સીનો અંદાજે ૨૫ કરોડ ખર્ચ થવાનો અંદાજ છે, જે AMCને ભોગવવાનો નહીં રહે. ૩૦ કિ.મી.ના રોડમાં અંદાજે પાંચ જેટલી ઓથોરિટીની હદ લાગે છે. રોડને ગુજરાત અર્બન ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લી. કંપની દ્વારા વિકસાવાનું કામ કરશે. આ કામ કમિટીની બેઠકમાં તાકીદમાં મંજૂર કરાયું હતું. મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું કે, આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ અમદાવાદમાં યોજાવવા માટે જઈ રહી છે.
એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે
ત્યારે અમદાવાદની ઓળખ સમાન એસ.જી. હાઈવેને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-૭ સર્કલ સુધીનો આખો રોડ ડેવલોપ કરાશે. લગભગ ૩૦ કિમીનો રોડને એરપોર્ટથી ઈન્દિરા બિજના રોડને જે રીતે આઈકોનિક રોડ બનાવાયો છે, તેવી જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ રોડને વિકસાવાશે. આજના તાકીદના કામની અંદર યુ.એન.મહેતા ફાઉન્ડેશન દ્વારા ડેવલોપ કરવામાં આવશે અને પ્લાનીંગ-ડિઝાઈન સહિત કન્સલટન્સીનો તમામ ખર્ચ યુ.એન.મહેતા ફાઉન્ડેશન ભોગવશે. પરિણામે આવનારા સમયગાળા -દરમિયાન લેન્ડસ્કેપિંગ તદઉપરાંત વાત -કરીએ તો ગઝીબો, ઈસ્કોનથી પકવાન - સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો -એવો નવતર ૩૦ કિમીનો રોડ એસ.જી - હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે.
30 કિ.મી. હાઇવે રોડ ડેવલપ થતાં શું ફાયદા થશે
કોમનવેલ્થ ગેમ્સ વખતે રોડ અમદાવાદની શાન રહેશે
રોડ પર ૪ કે ૬ લેન બનાવવાનું આયોજન
અમદાવાદથી ગાંધીનગર કે સનાથલ જવા માટે સરળતા
લાખ્ખોની સંખ્યામાં રોજ પસાર થતાં વાહનોને ફાયદો
હેવી વાહનોને અવરજવર કરવામાં સરળતા રહેશે
સર્વિસ રોડ દબાણમુકત્ત રહેશે રોડની બંને બાજુ લાઇટીંગ રહેશે
રોડની બંને બાજુ ગ્રીનરી રહેશે
રોડમાં કેટલાક અંતરે ગજેબો રહેશે
કેટલાક સ્થળોએ વાયફાયની સુવિધા ઉભી કરવા આયોજન
લોકલ ફોર વોકલને વેગ અપાશે
