રાજ્યમાં ઘણા બ્રિજની હાલત બિસ્માર છે. જે કારણે ઘણા બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય વડોદરાના પાદરામાં આવેલા ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ લેવામાં આવ્યો હતો. હાલ પણ રાજ્યના ઘણા બ્રિજનું મેઈન્ટેન્સ કરવામાં આવી રહ્યું હોવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. હાલ અમદાવાદનો સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઘણા બ્રિજની હાલત જર્જરિત છે. આવામાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જૂના બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
ભારે વાહનોથી બ્રિજને નુકસાન
અમદાવાદના સુભાષ બ્રિજની સ્થિતિ બગડ્યા બાદ AMC હરકતમાં આવ્યું છે. AMC દ્વારા જુના બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત બ્રિજ, રેલવે બ્રિજ, ફ્લાય ઓવર પર હાઈટ બેરિયર લગાવવામાં આવશે. હાઈટ બેરિયર લગાવવાને કારણે ભારે વાહનો પસાર થઇ શકશે નહીં. AMC દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ભારે વાહનોથી બ્રિજને નુકસાન થાય છે.













