રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસો માટેની હવામાન આગાહી જાહેર કરી છે, જે મુજબ ગુજરાતમાં હાલ શિયાળાનો અનુભવ યથાવત રહેશે. હવામાન વિભાગના મતે, આગામી સાત દિવસ સુધી રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી. હાલમાં રાજ્યમાં પવનની દિશામાં બદલાવ આવ્યો છે, જેના કારણે પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને લીધે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં લઘુતમ અને મહત્તમ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે.


નલિયા આજે પણ ઠંડુગાર

હવામાન વિભાગે જણાવ્યું છે કે, પાંચ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. આ વધારો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતાં જ ઠંડીનું પ્રમાણ ફરી વધી શકે છે. આજે નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં 8.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત, અમરેલીમાં લઘુતમ તાપમાન 10.4 ડિગ્રી અને અમદાવાદમાં 13.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન 10 થી 15 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.

આ પણ વાંચો : Navsari News : વાંસદાના લીમઝર ગામમાં ધર્મ પરિવર્તનનો પર્દાફાશ, આદિવાસીઓનું ધર્માંતરણ અટકાવાયું



  • Follow us on: