અમદાવાદ મહાનગર પાલિકામાં ફાયર વિભાગની ભરતી પર રોક લગાવી દેવામાં આવી છે. આઠ સહાયક સ્ટેશન ઓફિસરની ભરતી પર રોક લગાવી દેવાઈ છે. મહાનગર પાલિકા દ્વારા લેખિત પરીક્ષા વિના જ ઉમેદવારોને સીધા જ ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતાં. વિપક્ષના આક્ષેપ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું હતું કે, સરકારના નિયમ પ્રમાણે જ ભરતી કરવામાં આવશે. જો સીધી ભરતી માટે બોલાવ્યા હશે તો પ્રક્રિયા રોકાશે.
સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરવાનો આરોપ
અમદાવાદ મહાનગર પાલિકામાં ફાયર વિભાગમાં થનારી સહાયક સ્ટેશન ઓફિસરની ભરતીને લઇ નિર્ણય લેવાયો છે. આ સમગ્ર ભરતી પર બ્રેક વાગી છે. મહાનગર પાલિકા દ્વારા લેખિત પરીક્ષા વિના ઉમેદવારોને સીધા જ ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતાં. આ મુદ્દે વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષે મળતીયાઓને ભરતી કરવા સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો.
