અમદાવાદના 6 રોડ પ્રોજેક્ટ્સ પર બ્રેક લગાવી દેવામાં આવી છે, સીજી રોડ પર રોડ કરતાં ફૂટપાથ મોટી કરાઈ હતી અને માઉન્ટ કાર્મેલ, ગુજરાત કોલેજ રોડ પર પણ એ જ સ્થિતિ છે, પંચવટી સર્કલ પાસેના રોડમાં પણ આવી જ કામગીરી ધ્યાને આવતા હવે 100 કરોડના 6 રોડ પ્રોજેક્ટ્સ પર બ્રેક લગાવી છે, અત્યાર સુધી જે કામગીરી થઈ તે પૈસાનું તો પાણી જ ને?


તંત્રના અણઘડ આયોજન સામે ઉઠવ્યા હતા સવાલ

સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એન્જિનિયરિંગ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં ૧૮ મીટરના પહોળા રોડને ખામીભરેલી ડિઝાઈન દ્વારા માત્ર ૯ મીટરમાં ફેરવી નાખવાની કામગીરીથી ભારે વિવાદ સર્જાયો છે. આ અણઘડ આયોજનને કારણે ટ્રાફિકની સમસ્યા હળવી થવાને બદલે 'ડેથ ટ્રેપ' સર્જાય તેવી સ્થિતિ ઊભી થતા સ્ટેન્ડિંગ કમિટીએ ૧૦૦ કરોડના ખર્ચે બની રહેલા ૬ રોડના કામો તાત્કાલિક અસરથી સ્થગિત કર્યા છે.

અધિકારીઓ ગ્રાઉન્ડ રિયાલિટી તપાસ્યા વિના જ નકશાઓ બનાવે છે ?

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર, શહેરના ૨૪ મીટર અને ૧૮ મીટરના રોડની પહોળાઈ મુજબ ફૂટપાથ અને પાર્કિંગની જગ્યા ફાળવવા માટે હવે નવી ’યુનિફોર્મ પોલિસી' તૈયાર કરવામાં આવશે. ખામી ભરેલી કામગીરી બદલ એન્જિનિયરિંગ વિભાગ પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે." સવાલ એ ઊભો થાય છે કે શું એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસતા અધિકારીઓ ગ્રાઉન્ડ રિયાલિટી તપાસ્યા વિના જ નકશાઓ બનાવે છે?

તંત્રના અણઘડ આયોજન સામે મુખ્ય સવાલો

01-ડિઝાઈનનો ફિયાસ્કો : ૧૮ મીટરનારોડમાં ફૂટપાથ અને પાર્કિંગ બાદ માત્ર ૯ મીટર જ જગ્યા વધે તો ટ્રાફિક કેવી રીતે હળવો થશે?

02- નાણાંનો વ્યય : કામ શરૂ થયું ત્યારે કેમ કોઈએ ટેકનિકલ ખામી ન જોઈ? હવે ફરીથી નવી પોલિસી બનશે ત્યાં સુધી થયેલા ખર્ચની જવાબદારી કોની?

03-બેદરકારી : શું આ ખામીયુક્ત પ્લાન મંજૂર કરનાર તમામ એન્જિનિયરો સામે પગલા લેવાશે કે કાગળ પર તપાસ ચાલશે?


આ પણ વાંચો : Patan News : પાટણ પોલીસે જાહેરમાં "દેશી દારૂનો જામ છલકાયો", કોન્સ્ટેબલ અને PSOના હાથમાં દેશી દારૂની પોટલી દેખાઈ


 

  • Follow us on: