ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ મોટો પડકાર રહેશે અને જનભાગીદારી વધારવા કિચન ગાર્ડનિંગ પર વર્કશોપ યોજાશે અને પ્રોજેક્ટના અમલ માટે અર્બન ગ્રીનીંગ એડવાઇઝરી કમિટી બનશે અને ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરી શહેરને હરિયાળું બનાવાશે.
ગ્રીન સિટી બનાવવા કોર્પોરેશન બોન્ડ બહાર પાડશે
ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા એએમસી દ્વારા 'અર્બન ગ્રીનીંગ પોલિસી' મંજૂર કરાઈ છે. શહેરના ગ્રીન કવરમાં નોંધપાત્ર વધારો કરવાના નિર્ધાર સાથે મ્યુનિ. તંત્ર ટૂંક સમયમાં એક હજાર કરોડના ગ્રીન બોન્ડ બહાર પાડવાનું આયોજન કરી રહ્યું છે, જેની દરખાસ્ત મંજૂરી અર્થે સ્ટેન્ડિંગમાં રજૂ કરાશે. વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરો એમિશન'ના વિઝનને સાકાર કરવા માટે આ પોલિસી ગેમ-ચેન્જર સાબિત થશે.
નવી પોલિસી મુજબ, હવેથી દરેક નવી 2070સુધીમાં 'નેટ ઝીરો એમિશન'નું મ્યુનિ.નું લક્ષ્ય
વિસ્તારમાં ‘મિયાવાકી' પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ વિકસાવવાનું ફરજિયાત રહેશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, જનભાગીદારી વધારવા માટે કિચન ગાર્ડનિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ જેવા વિષયો પર વર્કશોપ યોજાશે. આ પ્રોજેક્ટના સુચારુ અમલીકરણ અને દેખરેખ માટે 'અર્બન ગ્રીનીંગ એડવાઈઝરી કમિટી'ની રચના કરાશે, જેમાં અર્બન પ્લાનર્સ, પર્યાવરણ નિષ્ણાતો, ક્રેડાઈ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓનો સમાવેશ કરાશે. આ ઉપરાંત, વોર્ડ લેવલની સમસ્યાઓના ત્વરિત ઉકેલ માટે અલગ કમિટીઓ પણ કાર્યરત થશે. શહેરના ફૂટપાથ અને ખુલ્લા પ્લોટમાં મહત્તમ વૃક્ષારોપણ કરી અમદાવાદને હરિયાળું બનાવવાની સાથે CSR અને CER પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન અપાશે.
આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઉકળાટભર્યુ વાતાવરણ રહેશે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ થઈ સક્રિય