અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી 'સ્વચ્છતા સર્વેક્ષણ'માં દેશભરમાં શ્રેષ્ઠ ક્રમાંક મેળવવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે, મનપા તંત્ર દ્વારા સફાઈ કામદારોની સુરક્ષા અને આધુનિકરણ પર ભાર મૂકતા રૂ.1.39 કરોડના ખર્ચે નવા સેફ્ટી ગિયર સાધનો ખરીદવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.


કેમ પડી રહી છે સાધનોની જરૂર?

અમદાવાદના અનેક વિસ્તારોમાં એવી સાંકડી ગલીઓ કે ડ્રેનેજ લાઈનો છે જ્યાં મોટી ડિસિલ્ટિંગ મશીનરીથી કામ કરવું શક્ય હોતું નથી. આવા સ્થળોએ કામદારોએ મેન્યુઅલી અથવા નાના સાધનોની મદદથી કામ કરવું પડે છે. મશીનરી વગરના કામોમાં કામદારોની સુરક્ષા જોખમાય નહીં તે હેતુથી આધુનિક સેફ્ટી કીટ અને ગિયર્સ વસાવવામાં આવશે. શહેરના દરેક વોર્ડ માટે નવા સાધનોની ફાળવણી કરવામાં આવશે, જેથી સ્થાનિક કક્ષાએ સફાઈની કામગીરી વધુ સુરક્ષિત અને ઝડપી બની શકે.

વધુ માર્ક્સ મેળવવા મનપાનો માસ્ટર પ્લાન

સ્વચ્છતા સર્વેક્ષણના નિયમો મુજબ, જે તે મહાનગરપાલિકા પાસે ઉપલબ્ધ સેફ્ટી ગિયરના સાધનોની સંખ્યા અને તેની ગુણવત્તાના આધારે ગુણાંક (માર્ક્સ) આપવામાં આવે છે. AMC વધુ માર્ક્સ મેળવીને રેન્કિંગમાં ઉપર આવવા માંગે છે. આ માટે રૂ.1.39 કરોડના ખર્ચની દરખાસ્ત મંજૂરી અર્થે મૂકવામાં આવી છે. આ ખરીદી બાદ સફાઈ કામદારો હેલ્મેટ, ગ્લોવ્ઝ, બૂટ્સ અને અન્ય જરૂરી સુરક્ષા સાધનોથી સજ્જ થશે, જે માનવતાવાદી અભિગમની સાથે શહેરની સ્વચ્છતા પ્રોફાઈલને પણ મજબૂત બનાવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: