હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ અલગ અલગ જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે. આ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે પહોંચ્યા હતા. ધંધુકા એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું.


મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા

ધંધુકા એપીએમસી ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવા માટે ભાજપના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. જગદીશ વિશ્વકર્મા દ્વારા એપીએમસી ખાતે કાર્યકર્તાઓ સાથે વિશેષ સંવાદ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમણે SIR વિશે કાર્યકર્તાઓને વિશેષ માહિતી આપી હતી.

ધારાસભ્ય કાળુભાઈ ડાભી રહ્યા ઉપસ્થિત

આ કાર્યક્રમમાં અમદાવાદ અને બોટાદના જિલ્લા પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ધારાસભ્ય કાળુભાઈ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષે ખાસ મતદાર સુધારણા કાર્યક્રમ અંગે વિશેષ ગોષ્ઠિ યોજીની કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. 


આ પણ વાંચો - Rajkot News: દુષ્કર્મ આચરી લગ્ન તોડાવ્યા, શિક્ષકે વટાવી માનવતાની તમામ હદો



  • Follow us on: