અમદાવાદમાં આજે ફરી એકવાર બોમ્બની ધમકી (Bomb Threat)નો મામલો સામે આવ્યો છે, જેમાં નિશાન આ વખતે ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) બની છે. હાઇકોર્ટને એક ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે કોર્ટ પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને તેને તાત્કાલિક ખાલી કરાવવામાં આવે.
નકલી ધમકી કે હકીકત?
સંયોગની વાત એ છે કે, જે સમયે અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટને બોમ્બની ધમકી મળતા તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું, તે જ સમયે હાઇકોર્ટને પણ આ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ધમકીને ગંભીરતાથી લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી હાઇકોર્ટનું કામકાજ રાબેતા મુજબ ચાલુ છે. પોલીસે તુરંત જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોંચીને હાઇકોર્ટના સમગ્ર પરિસરમાં સઘન તપાસ શરૂ કરી દીધી છે. સુરક્ષા એજન્સીઓ ધમકીની સત્યતા ચકાસવા માટે કાર્યવાહી કરી રહી છે.













