ભરૂચ જિલ્લાના અંકલેશ્વર (Ankleshwar) માં હિંદુ મહિલા સાથે દુષ્કર્મ (Rape) આચરનાર આરોપી મૌલવી અઝ્વદ બેમાતના (Azvad Bemat) ગેરકાયદેસર બાંધકામો પર વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર (Bulldozer) ફેરવી દેવામાં આવ્યું છે. આરોપી અઝ્વદ બેમાતે રવિદરા ગામમાં આવેલ તેના મકાન, દુકાન અને મદરેસામાં પણ પરવાનગી વગર ગેરકાયદેસર બાંધકામો કર્યા હતા.
ભરૂચમાં ન્યાયનો બુલડોઝર
પાનોલી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે મળીને આ તમામ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી કરી હતી. મૌલવી પર આરોપ છે કે તેણે મહિલાને સુગંધી પાણી પીવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, દુષ્કર્મ બાદ તે મહિલા પર મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા માટે દબાણ પણ કરતો હતો. પોલીસે દુષ્કર્મ અને ધર્મ પરિવર્તન માટે દબાણના ગુના હેઠળ આરોપીની ધરપકડ કરી છે.













