ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી (Fire Safety) અને રેસ્ક્યૂ (Rescue) સુવિધાઓની ગંભીર ઊણપ જોવા આવી છે. શહેરના ફાયર વિભાગ પાસે માત્ર ગ્રાઉન્ડ પ્લસ 3 માળ સુધી જ બચાવ કામગીરી કરવાની ક્ષમતા છે, જ્યારે શહેરમાં અંદાજે 11 માળ સુધીની ઊંચી બિલ્ડિંગો બની ચૂકી છે. ફાયર વિભાગ પાસે જરૂરી સાધનોના અભાવે, જો આવી ઊંચી ઇમારતોમાં આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને રેસ્ક્યૂ કામગીરી કરવી અત્યંત મુશ્કેલ બની જશે.


ફાયર સેફ્ટીની પોલ ખુલી

ભાવનગર ફાયર વિભાગ દ્વારા આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને વર્ષ 2019થી સતત 62 મીટર ઊંચાઈ સુધી પહોંચી શકે તેવા ટર્નટેબલ લેડર (Turn Table Ladder) ની ફાળવણી માટે રજૂઆત કરવામાં આવી છે. જોકે, આટલા વર્ષો વીતી જવા છતાં હજી સુધી આ મહત્ત્વનું સાધન ફાળવવામાં આવ્યું નથી. હાલમાં ફાયર વિભાગ પાસે 150નો સ્ટાફ અને 10 ફાયર ગાડીઓ ઉપલબ્ધ છે, પરંતુ ઊંચાઈની સુવિધા ન હોવાથી રેસ્ક્યૂ ઓપરેશન જોખમમાં છે.

આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાત ATS ને મોટી સફળતા, ISI સાથે જોડાયેલા 2 જાસૂસ ઝડપાયા, નિવૃત્ત આર્મી જવાન અને મહિલાની ધરપકડ 

  • Follow us on: