અમદાવાદની કહેવાતી સ્માર્ટ જાહેર પરિવહન સેવા હવે નાગરિકો માટે ભયનું કારણ બની રહી છે. શહેરના રસ્તાઓ પર દોડતી AMC-જનમાર્ગની BRTS બસો અકસ્માતોની હારમાળા સર્જી રહી છે. છતાં અમદાવાદ જનમાર્ગ લિમિટેડ અને પોલીસ વિભાગ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યુ. મ્યુનિ. વિપક્ષે બજેટ બેઠક દરમિયાન રજૂ થયેલા આંકડાઓના આધારે આક્ષેપ કર્યો છે.
ખાનગી ઓપરેટરો વધુ ફેરા મારવાની લ્હાયમાં અકસ્માત કરે છે
છેલ્લા આઠ વર્ષમાં BRTS બસોના અકસ્માતોનો આંકડો ૨૦૦૦ને પાર પહોંચી ગયો છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૨માં ૪૦૦થી વધુ અકસ્માતો નોંધાયા હતા અને તેમાં ૪ લોકોનાં મૃત્યુ થયા હતા. છતાં તંત્ર તરફથી અકસ્માતો રોકવા કોઈ નક્કર નીતિ કે કડક અમલ દેખાતો નથી. સત્તાપક્ષે કહ્યું કે, AMC અને પોલીસ વિભાગને સૂચના આપી છે. વિપક્ષના કોર્પોરેટરોએ આક્ષેપ કર્યો છે કે, ખાનગી ઓપરેટરો વધુ ફેરા મારવાની લ્હાયમાં BRTS બસો બેદરકારીપૂર્વક ચલાવતા હોવાથી અકસ્માતો વધી રહ્યા છે.













