અમદાવાદના વેજલપુરના ફતેવાડી વિસ્તારમાંથી વેજલપુર પોલીસે કોલ સેન્ટર ઝડપી પાડયું છે, પોલીસે બાતમીના આધારે કોલ સેન્ટર ઝડપી પાડીને પાંચ આરોપી સામે ગુનો નોંધ્યો છે, અમેરિકાના નાગરિકોને છેતરપિંડીનો ભોગ બનાવતા હતા અને ગિફ્ટ કાર્ડ ખરીદી કરાવી છેતરપિંડી આચરતા હોવાની વાત સામે આવી છે.
વેજલપુર પોલીસે આરોપીઓની પૂછપરછ કરી
વેજલપુર પોલીસે સ્થળ પરથી કોમ્પ્યુટર પણ જપ્ત કર્યા છે અને છેલ્લા કેટલા સમયથી કોલ સેન્ટર ચલાવતા હતા તે દિશામાં તપાસ કરી છે, આરોપીઓને વધુ રિમાન્ડ પણ પોલીસ માગી શકે છે, ત્યારે આ કેસમાં અન્ય કોની સંડોવણી છે તે દિશામાં પણ તપાસ શરૂ છે અને આરોપીઓ જે બેંક એકાઉન્ટમાં રૂપિયા નખવતા હતા તે બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે.













