દાદાને 200 કિલો જામફળનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ કરી હતી. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સિલ્કના કાપડના વૃંદાવનમાં એમ્બ્રોઇડરી વર્કવાળા ફુલની ડિઝાઈનના વાઘા પહેરાવ્યા અને સેવંતીના ફુલનો હાર ધરાવવામાં આવ્યો હતો. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને દરેક ભક્તો ધન્યતા અનૂભવી રહ્યા છે.

[[$googlead]]



એકાદશી નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરાયો હતો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીવિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 15-11-2025, શનિવાર અને એકાદશીના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. કારતક વદ એકાદશીને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 7 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના ફુલની ડિઝાઈનવાળા બ્લૂ કલરના વાઘા પહેરાવ્યા હતા.



  • Follow us on: