અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ અને ઈસનપુરમાં ડિમોલિશનની કામગીરી કરાઈ હતી, જેને લઈ કામગીરી પૂર્ણ થયા બાદ શહેર પોલીસ કમિશનરે નિરીક્ષણ કર્યુ હતુ અને ચંડોળા તળાવમાં ચાલતી કામગીરીની માહિતી મેળવી હતી આ વખતે DCP ઝોન-6 સહિતના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી અને ચંડોળા તળાવમાં ચાલતી કામગીરીની પણ સમીક્ષા કરી હતી.
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ કોર્પોરેશને ઈસનપુરમાં મેગા ડિમોલિશન કર્યુ હતુ
અમદાવાદમાં ચંડોળા બાદ વધુ એક તળાવ પર ગેરકાયદેસર કબ્જા મામલે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, ઇસનપુર તળાવ પર બંધાયેલા 918 જેટલા પાકા મકાનો દૂર કરવાની કામગીરી કરાઈ છે અને 15થી વધુ JCB અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેન્ડ બાય કરાઈ છે, ચંડોળા તળાવમાં જેમ લોકો મકાન બાંધીને રહેતા હતા તેવી રીતે ઈસનપુરના આ તળાવમાં પણ 1000થી વધુ લોકો રહેતા હોવાની વાત સામે આવી છે, જેને લઈ આજે વહેલી સવારથી કોર્પોરેશન દબાણ દૂર કરવા માટે પહોંચી હતી.













