રાજ્યમાં હાલ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે લોકો શિયાળામાં સ્વસ્થ રહેવા માટે હેલ્થ કોન્સિયસ બની રહ્યા છે. આવામાં અમદાવાદ શહેરની જનતા સવારે મોર્નિંગ વોક અને ગાર્ડનમાં વ્યાયામ કરતી જોવા મળી રહી છે. ઠંડીમાં કસરત કરીને સ્વસ્થ રહેવા લોકો સવારે કસરત કરતા જોવા મળી રહ્યા છે.


હેલ્થ કોન્સિયસ બની રહ્યા છે અમદાવાદ શહેરના લોકો

અમદાવાદ શહેરના ગાર્ડનમાં ઠંડીના ચમકારા વચ્ચે યોગ કરતા લોકો જોવા મળી રહ્યા છે. વર્તમાન સમયમાં બદલાઈ રહેલી જીવનશૈલી અને ભાગદોડ ભરેલી જીંદગીમાં લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ રહેવું અતિ આવશ્યક છે. જે કારણે કડકડતી ઠંડી વચ્ચે પણ લોકો ફીટ રહેવા વિવિધ કરસતો કરતા જોવા મળી રહ્યા છે. ઠંડી વધવાની સાથે ગાર્ડન અને રસ્તા પર મોર્નિંગ વોક કરતા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે, જે પરથી કહીં શકાય કે અમદાવાદ શહેરના લોકો હેલ્થ કોન્સિયસ બની રહ્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: