યુનિવર્સિટી સત્તાધીશોએ એક સત્તાવાર નોટિસ જારી કરીને સ્વીકાર્યું છે કે વર્તમાન ભૌગોલિક પરિસ્થિતિને કારણે ગેસ સપ્લાયમાં વિક્ષેપ પડ્યો છે. આ અછતને પહોંચી વળવા મેસના મેનૂમાં કાપ મુકવામાં આવ્યો છે. જેને લઈ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગેસની અછતને કારણે ગઈકાલના મેનૂમાંથી રોટલી ગાયબ થઈ ગઈ હતી.

ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હાલમાં વૈકલ્પિક રસોઈ વ્યવસ્થા કરવામાં આવી છે

બીજી તરફ હોસ્ટેલના વોર્ડન સૌરભ કુમારે આ અંગે જણાવ્યું હતું કે, સિલિન્ડરની તંગીને લઈ એડવાઈઝરી જાહેર કરી હતી, જોકે હાલમાં ૧૦ બોટલ આવી ગઈ છે અને હવે કોઈ પ્રશ્ન નથી. CUGની હોસ્ટેલની મેસમાં અંદાજે ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભોજન મેળવે છે. યુદ્ધના પગલે ગુજરાત સહિત દેશભરમાં ગેસ સિલિન્ડરની અછત વર્તાઈ હતી, જેને લઈ સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા એક નોટીસ જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાતા હાલમાં વૈકલ્પિક રસોઈ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓના ભોજનના મેનૂમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂકવામાં ન આવે

જેથી મેસની કામગીરી ચાલુ રાખી શકાય. પ્રશાસને દાવો કર્યો છે કે વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથે ચર્ચા કર્યા બાદ જ મેનૂમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેનો હેતુ વર્તમાન સંકટમાં પણ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગેસની અછતને કારણે ગઈકાલના મેનૂમાંથી રોટલી ગાયબ થઈ ગઈ હતી. જો આગામી દિવસોમાં એલપીજીની અછત યથાવત રહેશે તો વિદ્યાર્થીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થશે. તેમણે સત્તાધીશો પાસે માંગ કરી છે કે હોસ્ટેલમાં ગેસની અછત ન સર્જાય તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ભોજનના મેનૂમાં કોઈ પણ પ્રકારનો કાપ મૂકવામાં ન આવે.


આ પણ વાંચો : Ahmedabad Police News : આજથી પશ્ચિમ અને મધ્ય ઝોનમાં ટ્રાફિક ડ્રાઇવ કરાશે, ગેરકાયદે પાર્કિંગ, લારી ગલ્લાના દબાણો હટાવાશે