અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા અંદાજે રૂ. 40 કરોડના ખર્ચે નિર્મિત વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજ નબળી ગુણવત્તાને કારણે હવે ડિમોલિશનના અંતિમ તબક્કામાં છે. બ્રિજની કામગીરી નિર્ભયપણે પૂર્ણ કરવા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય તે માટે DYMC (રોડ અને બિજ પ્રોજેક્ટ) દ્વારા ૧૯ માર્ચથી ૪ એપ્રિલ, ૨૦૨૬ સુધી નવું ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.

મુખ્ય સ્પાન અને બાકી રહેલા એક સ્પાનનું કામ તબક્કાવાર હાથ ધરાશે

જે દરમિયાન ટ્રાફિક પોલીસ ચોકી સામેની ખુલ્લી જગ્યાનો ઉપયોગ ડાયવર્ઝન તરીકે કરવાનો રહેશે. નોંધનીય છે કે, AMCના ઇતિહાસમાં ભષ્ટાચારના આક્ષેપો વચ્ચે બ્રિજ બન્યાના માત્ર ૫ વર્ષમાં જ તેને તોડી પાડવાની આ પ્રથમ ઘટના છે. વાહનચાલકોને અગવડતા ટાળવા વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટ

01-ગુરુજી બ્રિજથી સ્વસ્તિક ચાર રસ્તા: વાહનચાલકોએ મુખ્ય સ્પાનના બદલે કે.સી. ટી સ્ટોલ પાસેના સ્પાન નીચેથી પસાર થવાનું રહેશે.

02-સ્વસ્તિક ચાર રસ્તાથી ગુરુજી બ્રિજ: મુખ્ય સ્પાન પાસેના અગાઉ તોડી પાડેલા સ્પાનની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે.


આ પણ વાંચો : Surendranagar News : લીંબડી તાલુકામાં સ્વામિનારાયણ મંદિરથી ઉંટડી પુલ સુધી બનશે અત્યાધુનિક સી.સી. રોડ