યાત્રાધામ ચોટીલામાં ગૌશાળાના ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ દરમિયાન કોર્ટે ટકોર કરી હતી કે, કોઈપણ કાયદાકિય કાર્યવાહી વિના ગૌશાળાને તોડવી નહીં. કાનૂની પ્રક્રિયા વિના કામગીરી થશે તો ભોગવવું પડશે. હાઈકોર્ટે આ મુદ્દે નાયબ કલેક્ટરને ખખડાવી નાંખ્યા હતાં.
કાયદાકિય કાર્યવાહી વિના ગૌશાળા તોડવી નહીં
યાત્રાધામ ચોટીલામાં ગૌશાળાના ડિમોલિશન મુદ્દે હાઈકોર્ટે ટકોર કરી હતી કે, કોઈપણ કાયદાકિય કાર્યવાહી વિના ગૌશાળા તોડવી નહીં. જો કાનૂની પ્રક્રિયા વિના ગૌ શાળા તોડાશે તો ભોગવવું પડશે. હાઈકોર્ટે નાયબ કલેક્ટરને નોકરી કરવી છે કે ઘરે જવું છે કહીને ખખડાવી નાંખ્યા હતાં. અરજદારે કોર્ટમાં ડેપ્યુટી કલેક્ટર સામે ગંભીર આક્ષેપ કર્યો હતો.













