ઠંડીના કારણે ધુમ્મસમાં વધરો થયો છે. ધુમ્મસ વધતા રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. આવામાં અમદાવાદમાં પણ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. બાવળા ચાંગોદર હાઇવે પર પણ આજે સવારે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકનું મોત નીપજ્યું હતું.
સારવાર દરમિયાન મોત યુવકનું મોત
ઘટનાની વિગત અનુસાર, અમદાવાદના બાવળા ચાંગોદર હાઇવે પર મટોડા ચાની કીટલી નજીક એક ટ્રક ચાની કીટલીમાં ધુસી ગયો હતો. જે કારણે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન કનુભાઈ નામનો 29 વર્ષીય યુવક ચા પી રહ્યો હતો. જે ટ્રકની અડફેટે આવી જતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે કારણે તેને સારવાર અર્થે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
