અમદાવાદના પાલડી વિસ્તારમાં પોલીસ કર્મી અને એક યુવતી વચ્ચે થયેલી તકરારના દ્રશ્યો સામે આવતા સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે. આ સમગ્ર ઘટના પોલીસના બોડી વોર્ન કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે વિવાદની સાચી હકીકત સામે આવી રહી છે. ઘટનાની વિગત મુજબ, જ્યારે ફરજ પરના પોલીસકર્મીએ યુવતીને કોઈ કારણસર અટકાવી હતી, ત્યારે યુવતીએ નમ્રતા રાખવાને બદલે પોલીસ સાથે 'તુ તારી' કરી અસભ્ય વર્તન શરૂ કર્યું હતું.


યુવતી વીડિયોમાં અપશબ્દો બોલતી પણ નજરે પડી

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવતી ઉશ્કેરાઈ ગઈ હતી અને પોલીસકર્મી સામે અપશબ્દોનો પ્રયોગ કરી રહી હતી. વિવાદ ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે યુવતીએ પોલીસકર્મીનું આઈકાર્ડ ખેંચીને ફેંકી દીધું હતું. કાયદાના રક્ષક ગણાતા પોલીસ કર્મીના ઓળખપત્રનું અપમાન થતા મામલો વધુ બિચક્યો હતો. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ અને ગેરવર્તણૂક બદલ કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી અને લોકોના વર્તનને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: