અમદાવાદમાં ખાડિયા પોલીસ સ્ટેશન પાસે ડિટેઈન કરેલા વાહનો મુકવામાં આવ્યા હતાં. ઘણા સમયથી મુકવામાં આવેલા આ વાહનો જર્જરિત હાલતમાં પડી રહ્યા હતાં. આજે અચાનક આ વાહનોમાં આગ લાગી હતી. આગ લાગવાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધોમ મચી જવા પામી હતી. ફાયર વિભાગને આગની ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.


50 જેટલા વાહનોમાં આગ લાગતા બાળીને ખાક

અમદાવાદના ખાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડિટેઈન કરવામાં આવેલા વાહનો પોલીસ સ્ટેશન પાસે મુકવામાં આવ્યા હતાં. આ વાહનોમાં અચાનક આજે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ સુત્રોએ કહ્યું હતું કે, ગરમીને કારણે વાહનોમાં આગ લાગી હોવાની શક્યતાઓ છે. લગભગ 50 જેટલા વાહનોમાં આગ લાગતા બાળીને ખાક થઈ ગયા હતાં. આ દરમિયાન તેની આસપાસ પણ લોકોના વાહનો પડ્યા હોવાથી ભય ફેલાયો હતો. પોલીસે એક તરફનો ટ્રાફિક રોકીને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

આ પણ વાંચોઃ Botad : લોન ઉઘરાણીના બહાને અજાણ્યા 3 શખ્સે ઘરમાં ઘુસી મહિલાઓને માર્યો માર, ચારને ઇજા


  • Follow us on: