બોટાદના સાળંગપુર રોડ પર લોન ઉઘરાણીના કારણે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસીને મહિલાઓ સાથે મારામારી કરી હોવાનો બનાવ બનતા ખળભળાટ મચી ગયો છે.


ત્રણ શખ્સોએ એક ઘરમાં ઘૂસી મહિલાઓ સાથે મારામારી કરી

મળેલી માહિતી મુજબ સાળંગપુર રોડ પર અજાણ્યા ત્રણ શખ્સોએ એક ઘરમાં ઘૂસી મહિલાઓ સાથે મારામારી કરી હતી. લોનની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ મહિલાઓને નિશાન બનાવતા સમગ્ર વિસ્તારમાં લોકોનો ભારે રોષ જોવા મળ્યો હતો.

 મહિલાઓ સહિ ત્રણથી ચારને ઇજા

આ બનાવમાં મહિલાઓ સહિત ત્રણથી ચારને ઇજા થઇ હતી. તમામ ઇજાગ્રસ્તોને બોટાદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે.

પોલીસે તપાસ શરુ કરી

ઘટનાને લઈને બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, અને પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે..


આ પણ વાંચો-----    Patan : ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો મુદ્દો, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની પ્રતિક્રિયા, નાની મોટી ભૂલો થશે તો તેનું નિરાકરણ થશે


  • Follow us on: