ગોંડલના રાજકુમાર જાટની હત્યા કેસમાં આજે ગુજરાત હાઇકોર્ટમાં થશે સુનાવણી અને આરોપી ગણેશ જાડેજાની તપાસ મુદે સરકાર આપશે જવાબ, આરોપી ગણેશ જાડેજાના નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં કરાશે સબમિટ અને આરોપી ગણેશ ગોંડલની તપાસનો રિપોર્ટ કોર્ટને સોપાશે.
ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ પૂર્ણ
રાજકુમાર જાટ મોત કેસમા ગણેશ જાડેજાના અલગ અલગ ત્રણ ટેસ્ટ કરાયા હતાં. ચાર દિવસ અગાઉ તેના નાર્કો ટેસ્ટ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગાંધીનગર એફએસએલમાં તેને નાર્કો ટેસ્ટ માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં આજનો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે તેનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવામાં આવશે.













