અમદાવાદમાં પાણીજન્ય એવા ઝાડા ઉલટી,કમળો, ટાઈફોઈડ અને કોલેરાના કેસ વધી રહ્યા છે. ઇંદોરની જેમ જળકાંડ સર્જાવાની દહેશત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત મિટીંગના દોર શરૂ થઈ ગયા છે. રોગચાળા માટે ૨૯ હોટસ્પોટ એરીયા જાહેર કરાયા છે. ગોમતીપુર, બહેરામપુરા અને દાણીલીમડા સહિતના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં કોર્પોરેશનની પાણી કે ડ્રેનેજની લાઈન પસાર થાય છે તે વિસ્તારમાં લાઈન બદલવા મકાનો તોડવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. કેટલા મકાન તોડવા પડશે એ અંગે સર્વે શરૂ કરવામા આવ્યો છે.


[[$googlead]]

નવી પાઈપ લાઈન નંખાશે એટલે જૂના મકાનો તૂટી શકે છે

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના કહેવા મુજબ,પાણી અને ડ્રેનેજની લાઈન બદલવા અંદાજે રૂપિયા ૩૦૦ કરોડનો ખર્ચ થશે. ગોમતીપુર, બહેરામપુરા, દાણીલીમડા સહિતના વિસ્તારમાં કોર્પોરેશનની લાઈન ઉપર બની ગયેલા વર્ષો જૂના મકાનો તોડવાની ફરજ પડશે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના કારણે ટાઈફોઈડ સહિતના રોગના કેસ સ વધ્યા છે.જેને કારણે કોર્પોરેશનના હેલ્થ અને ઈજનેર વિભાગ સહિતનો સ્ટાફ દોડતો થઈ ગયો છે. આગામી સમયમાં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવી રહી છે. આ પહેલા શહેરમાં રોગચાળાની પરિસ્થિતિ વકરે નહીં એ માટે મ્યુનિસિપલ હોદ્દેદારો પણ કામે લાગી ગયા છે.

વર્ષો જૂના મકાન તોડવા રહીશો સંમતિ આપશે કે કેમ તે મોટો સવાલ?

પૂર્વ અને દક્ષિણ અમદાવાદના વિસ્તારમાં ચાલીઓમાં રહેતા લોકો મોટાભાગે ગરીબ અને શ્રમિક વર્ગના છે. ૩૦ કે ૪૦ વર્ષથી જે ચાલીઓમાં લોકો રહે છે. એવા લોકોના મકાન નીચેથી પસાર થતી કોર્પોરેશનની પાણી અને ડ્રેનેજની લાઈન વર્ષો પછી બદલવા તેમના મકાન તોડવા તેઓ સંમતિ આપશે કે કેમ? ઉપરાંત માની લો કે તેઓ સંમતિ આપે તો પણ તેમના મકાન તોડવામા આવે તે સામે કોર્પોરેશન તરફથી તેમને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે આર્થિક વળતર અપાશે કે પછી આવાસની ફાળવણી કરાશે આ મુદ્દા ઉપર પણ હજુ સુધી કોર્પોરેશનના સત્તાધીશો કે તંત્ર તરફથી કોઈ નકકર નિર્ણય લેવામાં આવ્યો નથી.

[[$alsoread]]

સ્ટેન્ડિંગ કમિટી પહેલા મેયરની એન્ટી ચેમ્બરમાં હોદ્દેદારોએ બેઠક કરી

કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમા સામાન્ય રીતે મ્યુનિસિપલ કમિશનર હાજર જ રહેતા હોય છે. આમ છતાં ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા મેયરની એન્ટી ચેમ્બરમાં મેયર સહિતના પદાધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર સાથે એક મહત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં શહેરમા રોગચાળાને લઈ ઉદભવેલી સ્થિતિ અને તેને કેવી રીતે નિયંત્રણમા લેવી એ મુદ્દા ઉપર ચર્ચા કરાઈ હતી.બુધવારે કમિશનરે વીકલી રીવ્યુ બેઠકમાં રોગચાળાને લઈ અધિકારીઓ ઉપર ગાજ વરસાવી હતી. તેને શાંત કરવા પ્રયાસ કરાયો હતો.


આ પણ વાંચો : Mehsana News : મહેસાણામાં 300થી વધુ સોસાયટીના સ્થાનિકોએ ડ્રેનેજ લાઈનનો કર્યો વિરોધ, થાળી-વેલણ સાથે તંત્રને જગાડવા મહિલાઓ રોડ પર ઉતરી


  • Follow us on: