મહેસાણામાં ડ્રેનેજ લાઈનને લઈ મહિલાઓએ થાળી-વેલણ વગાડીને તંત્ર સામે રોષ દર્શાવ્યો હતો, પાણીના સંપ પાસે ગટર લાઈનનો કરાયો વિરોધ અને સંપ અને બે ટ્યુબવેલની નજીક ગટર લાઈનનો વિરોધ કરવામાં આવ્યો હતો, દૂષિત પાણીના ત્રાસથી રહીશો રસ્તા પર ઉતર્યા અને પાલિકા કમિશનરને રજૂઆત છતા કોઈ કામગીરી નહીં થતો હોવાનો આક્ષેપ મહિલાઓએ કર્યો હતો.
મહેસાણામાં પીવાના પાણીના સંપ પાસે ગટર લાઈનનો વિરોધ
મહેસાણામાં પીવાના પાણીના સંપ પાસે ગટર લાઈન હોવાથી પાણી દૂષિત આવે છે તેવો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો, મહિલાઓનું કહેવું છે કે, આ મામલે અવાર-નવાર અધિકારીઓને રજૂઆત કરી છે તેમ છત્તા નિરાકરણ આવતું નહી હોવાનો આક્ષેપ મહિલાઓ કરી રહી છે, સધી માતાના મંદિર પાસે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવા સામે સ્થાનિકોનો હોબાળો હતો, તો તંત્રનું કહેવું છે કે, દૂષિત પાણી નહી આવે તેના માટે પાઈપલાઈનમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
પીવાના પાણીના સંપ અને બે ટ્યુબવેલની તદ્દન નજીક ગટર લાઈન નાખતા વિરોધ
ગટરનું દૂષિત પાણી પીવાના પાણીમાં ભળવાની ભીતિ સેવાઈ રહી છે અને હજારો લોકોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે, 300થી વધુ સોસાયટીના રહીશોએ થાળી-વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો, વોટર સપ્લાય બોર્ડના નિવૃત્ત ડેપ્યુટી એન્જિનિયરે પણ ટેકનિકલ કારણો સાથે વિરોધ નોંધાવ્યો હતા અને પાલિકા કમિશનરને રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા આંદોલન વધુ ઉગ્ર બન્યું છે, ગાંધીનગર લિંક રોડ પર સ્થાનિકોએ એકત્ર થઈ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.









