અમદાવાદમાં આવકવેરા વિભાગનો સતત ત્રીજા દિવસે સપાટો સામે આવ્યો છે. ત્રીજા દિવસે 35 સ્થળો પર આવક વેરા વિભાગની તપાસ ચાલુ છે. વિનોદ ઈન્ડસ્ટ્રી સહિતના સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલુ કરાયુ છે. આવકવેરા વિભાગે ગઈ કાલે મિત્તલ બંધનું નારોલની ફેક્ટરી ખાતે સર્ચ કર્યું હતું. જ્યાંથી 50 લાખ રોકડ જપ્ત કરવામાં આવી છે. જ્યારે તુલિપ બંગ્લોઝમાં તેમના નિવાસ સ્થાનેથી 2 કરોડ રોકડા મળ્યા છે.


દસ્તાવેજો અને શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા

આવક વેરા વિભાગે ત્રિલોક પરીખની ગુમહોર ક્લબમાં ગઈ કાલે સપાટો બોલાવ્યો હતો. પરીખ બંધુના નિવાસસ્થાન અને ઓફિસોમાં પણ તપાસ શરૂ કરી હતી. જ્યારે વિનોદ મિત્તલ અને તેના ભાઈના ત્યાં પણ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતાં. 10થી વધુ અધિકારીઓ વિનોદ મિત્તલના ઘરે ધામા નાંખીને બેઠા હતાં. સર્ચ ઓપરેશન દરમિયાન દસ્તાવેજો અને શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે. બેંક ખાતા, લોકર્સ, જ્વેલરી અને પ્રોપર્ટીના દસ્તાવેજો મળી આવ્યા છે. સંભવિત બેનામી વ્યવહારો અને હવાલા જેવા ગેરકાયદેસર નાણાકીય લિંક અંગે તપાસ શરૂ કરાઈ છે. 


આ પણ વાંચોઃ Surat News: રાજ ટેક્સટાઈલમાં આગની ઘટના બાદ NOC પર સવાલ, ફાયરના મોટા વાહનો પ્રવેશે તેવી સ્થિતિ જ નહોતી


  • Follow us on: