અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરતી 15 ઇન્ટરનેશનલ, 5 ડોમેસ્ટીક ફ્લાઇટ કેન્સલ થઈ છે અને અમદાવાદ આવતી કુવૈત, દુબઇ, શારજાહની ફ્લાઇટ રદ કરવામાં આવી છે, અમદાવાદથી દોહા, દુબઇ, બગદાદની ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

ફલાઈટો રદ થતા મુસાફરો હેરાન થયા

અમદાવાદ એરપોર્ટ ઉપર હવાઈ સેવાના સંચાલનમાં સતત છઠ્ઠા દિવસે પણ ઇરાન યુદ્ધની અસર જોવા મળી હતી. ગુરૂવારે કુલ ૨૦ ફ્લાઇટ રદ રહી હતી. જેમાં ૧૫ આંતરરાષ્ટ્રીય અને પાંચ ડોમેસ્ટિક ફ્લાઈટોનો સમાવેશ થાય છે. હવાઈ સેવાઓ રહેતા અસ્તવ્યસ્ત હજારો મુસાફરો હાલાકીમાં મૂકાઈ ગયા છે. તેઓની મુસાફરીના શિડ્યૂલ ખોરવાઈ રહ્યા છે. સાથે સાથે વિવિધ એરલાઈન્સોએ પણ ભારે આર્થિક નુકસાની સહન કરવી પડી રહી છે.

સતત 6 દિવસથી હવાઇ સેવા ખોરવાયેલી રહેતા હજારો મુસાફરો પરેશાન

અમદાવાદ આવતી કુવૈતસિટી, દુબઇ, શારજાહ અને અબુધાબીની ત્રણ ફ્લાઇટો રદ રહી હતી. જ્યારે ડોમેસ્ટિકમાં કેશોદ, દિલ્હીથી આવતી ફ્લાઇટો રદ રહી હતી. જ્યારે મુંબઈ, પૂર્ણિયા, નાસિક, ગોવાની ફ્લાઇટો મોડી આવી હતી. અમદાવાદથી ઉપડતી દોહા, દુબઈ, બગદાદ. શારજાહ, અબુધાબીની ત્રણ, કેશોદ, મુંબઈ, દિલ્હીની ફફ્લાઇટો રદ રહી હતી. ગલ્ફના દેશો તરફની હવાઈ સેવા ખોરવાયેલી છે. જ્યારે લંડન, હોચિ મિન્હ સિટી. બેંગકોક, કુઆલમ્પુરમ, સિંગાપુરની ફ્લાઈટોની અવર-જવર ચાલુ છે.


આ પણ વાંચો : Morbi News : ઇરાન ઇઝરાયેલના યુદ્ધની વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા, મોરબીને મળતો ગેસનો સપ્લાય સંપૂર્ણપણે બંધ