અમદાવાદ શહેરમાં સોમવારે અફવાને પગલે પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલ પુરવાવવા વાહનચાલકોની લાંબી લાઈનો લાગી હતી. સવારથી લઈને મોડી રાત સુધી પેટ્રોલ-ડીઝલનું વેચાણ ચાલ્યું હતું. કેટલાક પેટ્રોલપંપો પર તો વહેલી પરોઢ સુધી વેચાણ ચાલુ રહ્યું હતું. આ સ્થિતિમાં અમદાવાદમાં જ્યાં રોજનું સરેરાશ ૪ લાખ લિટર પેટ્રોલ અને ૮ લાખ લીટર ડીઝલનું વેચાણ થતું હોય છે.


[[$googlead]]

પેટ્રોલ-ડીઝલને લઈ રાજયમાં શાંતિનો માહોલ

ત્યાં સોમવારે અને મંગળવારે બે દિવસ શહેરમાં અંદાજે ૧૨થી ૧૫ લાખ લીટર પેટ્રોલ અને ૨૦ થી ૨૫ લાખ લીટર ડીઝલનું વેચાણ થઈ ગયું હોવાનો અંદાજ પેટ્રોલપંધોના માલિકો તેમના આંતરિક સર્વેના આધારે જણાવી રહ્યા છે. એટલેકે કહી શકાય કે બે દિવસમાં અમદાવાદમાં અફવાને પગલે ૩૨ લાખ લિટર પેટ્રોલ-ડીઝલનું વેચાણ થઈ ગયું હતું. આમ અફવાને પગલે અમદાવાદમાં બે દિવસમાં અંદાજે ૩૭ કરોડથી વધુ રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ વેચાઇ ગયું હતું. ગાંધીનગરના અન્ત અને નાગરિક પુરવઠા કચેરી દ્વારા પરિપત્ર બહાર પાડીને લોકોને પેટ્રોલ-ડીઝલનું પૈનિક બાપિંગ' કરવાનું ટાળવાની અપીલ કરી હતી.

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો સ્ટોક

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો સ્ટોક હોવાનું તમામ મુખ્ય ડેપો અને રિફાઈનરીઓ દ્વારા પેટ્રોલપંપો પર નિયમિત રીતે ઈપણ પહોંચાડવામાં આવી રહ્યાનું જણાવ્યું હતું. ઈપણનો જથ્થો લોકો ખોટી રીતે સંગ્રહ ન કરે તે માટે પરિપત્રમાં જણાવ્યા મુજબ રાજ્યના તમામ પેટ્રોલ પંપ ઉપરથી પેટ્રોલ તથા ડીઝલનું વેચાણ માત્ર વાહનોની ટાંકીઓમાં ભરવા પુરતું જ સમિતિ રહેશે. તે સિવાય કોઈપણ પાત્ર કે બેરલમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરી શકાશે નહીં, કોઈ વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરશે. સંગ્રહખોરી કરશે તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ની જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચીમકી અપાઇ છે.

[[$alsoread]]

પ્રથમ દિવસ કરતાં બીજા દિવસે પેટ્રોલ પંપ પર લાઈનો ઘટી ગઈ

મંગળવારે સવારથી જ શહેરના પેટ્રોલ પંપો પર સામાન્ય દિવસો કરતા વધુ ભીડ જોવા મળી હતી. જોકે સોમવારની જેમ લોકો ગાંડાની જેમ તૂટી પડયા નહોતા. આખી રાત વેંચાણ ચાલ્યું હોવાથી કેટલાક પેટ્રોલપંપો પર પેટ્રોલ-ડીઝલ ખૂટી ગયું હતું, જોકે બેકઅપમાં પેટ્રોલ-ડીઝલ મગાવી લેવાયું હતું. કેટલાક પેટ્રોલ પંપો પર ખોટી ભીડ રોકવા માટે વાહનદીઠ ફક્ત ૧૦૦ રૂપિયાનું જ પેટ્રોલ આપવાનું અને તે પણ રોકડમાં જ આપવાની જાહેર સૂચના કરી દેવાઈ હતી. બેરિટેકેડથી પેટ્રોલપંપો પર બિનજરૂરી વાહનોના ખડકલા રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે સોમવારની તુલનામાં મંગળવારે પેટ્રોલપંપો પર અરાજકતાનો માહોલ જોવા મળ્યો નહતો. સ્પિતિ સામાન્ય થવા લાગી હતી.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં કોંગ્રેસના નેતા હિંમસસિંહ પટેલના પુત્રએ દારૂ પીને અકસ્માત સર્જતા નોંધાઈ પોલીસ ફરિયાદ


  • Follow us on: